વિચાર્

વિચાર્

🌿 મનના ઝોકા

મિત્રો,
આજે વિરામના પળે ફરી એક વાર વિચારો ઝોકા નાખી રહ્યા છે.
તો ઘડીક તેને માણી લેવા મન વિભોર બની રહ્યું છે.

સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો છે.
એ સમય અને પાણીના જોરે —

  • ક્યારેક સ્મૃતિઓ મનમાં ઘર કરી જાય છે, જેને લઇને મન હરખાય છે.

  • તો ક્યારેક પવનના હિંડોલે મન દુર સુધી ફેંકાઈ જાય છે.


🌸 મનનું મંદિર

નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે —

“મન એ મંદિર છે.”

જેમાં સવાર-સાંજ જ્ઞાનરૂપ દીવાની જ્યોતથી મનમાં પ્રકાશ ફેલાવવાનું હોય છે.
જેથી મનમાં અયોગ્ય વિચારો ઉદ્ભવતા નથી.

આત્મારૂપ મનને પ્રાર્થનાની ભુખ અને યોગ-ધ્યાનથી આરામ પ્રાપ્ત થાય છે.


સમય ધીમા વહેણની જેમ વહેતો રહે છે.
તેમાં જો આપણે મનમાં આશાના કંકુ પગલાં મૂકી શકીએ,
તો જીવન હંમેશા પ્રકાશિત રહે છે.

સાથી મિત્ર

સાથી મિત્ર

🌿 સાચા સાથીની શોધ

સમય સાથે બંધાયેલા જીવનમાં આજે એ સમજવું મુશ્કેલ છે કે આપણા જીવનમાં આપણા સાચા સાથી મિત્રો કોણ છે. સલાહકારો કહે છે કે —

“પુસ્તકો જીવનના સાથી મિત્રો છે.”

આ વાતમાં તથ્ય રહેલું છે.
પણ એ પણ ચોક્કસ સમય સુધી જ આપણું સાથ આપે છે.


🕊️ જીવનમાં આધાર

માનવીના જીવનમાં દરેક બાબતમાં વ્યક્તિ એકબીજા પર આધારિત રહેવું પડે છે.
જો આધાર ન રાખે તો એને ખુદાર કહેવાય છે.

અને ખુદારી, ખમીરી કેળવવા માટે સમજદારી અને સહનશીલતા હોવી જરૂરી છે.

  • સમજદારી તો સૌ પાસે હોય છે.

  • પરંતુ સહનશીલતા ના શિખરો ઊભા કરવા — એ આજના માનવીની ગજાથી બહારની વાત છે.


📚 પુસ્તકો – નિષ્ઠાવાન સાથી

જેઓ પાસે સહનશીલતા હોય છે,
એ લોકો પુસ્તકોને જ સાચા સાથી મિત્ર બનાવી શકે છે.

અને જો કોઈને એવું લાગે કે —

  • સહનશીલતા નથી,

  • અથવા ઓછી થવા લાગી છે…

તો સમજવું કે હવે તમારા જીવનમાં કોઈ સાથી મિત્રની ઉણપ વર્તાઈ રહી છે.

ભગવાનની સુષ્ટિ

ભગવાનની સુષ્ટિ

🌸 એક અનુયાયીની શંકા

ભગવાનની શક્તિ વિશે એક અનુયાયીના મનમાં શંકા હતી.
લોકો કહેતા કે — “ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હાલતું. તો પછી તેની મરજી વગર હું પણ કશું કરી શકું નહીં.”
એમ હોય તો, પછી મારા જીવનનું પ્રયોજન શું?

આ શંકાના નિવારણ માટે તે ગુરુ પાસે ગયો.

🌹 ગુરુનો પાઠ

ગુરુએ તેની વાત સાંભળી કંઇ બોલ્યા નહિ.
તેને આશ્રમના બગીચામાં લઇ ગયા અને એક ગુલાબના છોડ પાસે પહોંચ્યા.

ત્યાંથી એક કળી ચુંટી તેના હાથમાં આપી અને કહ્યું:

“આ કળી ને ખીલીને કુદરતી રીતે ગુલાબ થવામાં હજી વાર છે.
પણ તું તેની પાંદડીઓને ઉઘાડી તેને હમણાં જ ગુલાબમાં ફેરવી દે.
હા, ધ્યાન રાખજે કે તેમ કરતાં એક પણ પાંદડી તૂટવી ન જોઇએ.”

શિષ્યને ગુરુનો આશય સમજાયો નહીં.
પણ તેમની આજ્ઞા માનવી જરૂરી હતી.

તેણે કળી હાથમાં લઇ એક પછી એક પાંદડી ઉઘાડવાનો પ્રયત્ન કર્યો.
ઘણી કોશિશ પછી પણ તે કળી ને પાંદડી તોડ્યા વગર ગુલાબમાં ફેરવી શક્યો નહિ.

તે સમજી ગયો કે આ કાર્ય તેના માટે અશક્ય છે.

🕊️ ગુરુની સમજણ

ગુરુ મંદ સ્મિત સાથે બોલ્યા:

“આ એક નાની રચના છે. તું ઘણો પ્રયત્ન છતાં તેને કળીમાંથી સુંદર ફૂલમાં ફેરવી શક્યો નથી.
તેને તોડ્યા વગર નવું સ્વરૂપ કેમ આપવું — તેની તને જાણ નથી.
પરંતુ પ્રભુ તે કામ આસાનીથી કરી શકે છે.”

“જો એક કળી ને ફૂલ બનાવવાની પ્રક્રિયા તને ખબર નથી,
તો તારી જિંદગીનું રહસ્ય કે પ્રભુ તારી પાસે કયું કાર્ય કરાવવા માગે છે — તે તને કેવી રીતે ખબર પડશે?”

🌼 અંતિમ સંદેશ

👉 માટે ચિંતા છોડ.
જે પળે જેમ આદેશ મળે તેમ તારું કાર્ય કરતો રહેજે.

ત્યારે જ તું પ્રભુની શક્તિ ને અને તારાં જીવનનું તથ્ય શું છે તેને સમજી શકીશ.

જેમ પ્રભુ ગુલાબની કળી ને યોગ્ય સમયે ખીલાવે છે,
તેમ જ તે તારા જીવનને પણ તારાં કર્મ પ્રમાણે માર્ગ અને યોગ્ય પાત્ર આપશે.

સપ્તરંગી જીવન્

સપ્તરંગી જીવન્

🌸 જીવન – ઈશ્વરની સોગાત

જીવન ઈશ્વર પાસેથી મળેલી એક અમૂલ્ય સોગાત છે.
સમય પ્રમાણે જીવનના પળોને જુદા જુદા રંગોમાં રંગતા,
અમે જીવનને રંગોથી સુશોભિત કરીએ છીએ.

સમય સાથે ફિકા પડી ગયેલા રંગોને ફરી નવા રંગોમાં રંગીને,
અમે ફરી જીવનને રંગોના છંટકાવથી ખીલાવતા રહીએ છીએ.

🌈 જીવનના રંગો

જીવનના આ રંગો —

  • ક્યારેક સુખ રૂપે,

  • ક્યારેક તકલીફ રૂપે છલકાતા રહે છે.

માનવીના જીવનમાં આ રંગો હંમેશા તેના કર્મો પર આધારિત હોય છે.
અને આ અનેક રંગોમાં લહેરાતું જીવન એટલું વહાલું અને સોહામણું લાગે છે કે મન કૃતજ્ઞ બની જાય છે.


🙏 આભાર અને સંકલ્પ

હું ઈશ્વરનો આભારી છું કે તેણે આ જીવનના અનેક રંગોમાં રંગાવા માટે આ અમૂલ્ય ભેટ આપી.

મારા મનમાં વસેલો આત્મા હંમેશાં મને સહાયકાર રૂપે માર્ગદર્શન આપે છે.
એને ખીલેલું રાખવા માટે હું યથાર્થ કર્મ કરતી રહીશ
અને જીવનને સુગંધિત કરતી રહીશ.

માનવી

માનવી

ઈશ્વરની પસંદગી

માનવી ઈશ્વરની પ્રથમ પસંદગીનું પાત્ર કહીએ તો ચાલે.
મનુષ્ય એ એક એવું પ્રાણી જેને ઈશ્વરે વાચા (speech) આપી.

દરેક પ્રાણીમાં ચેતન રહેલો છે.
પણ જયારે આ ચેતન નવ મહિના ગર્ભમાં ઉછરીને માનવી રૂપે પ્રગટ થાય છે,
ત્યારે એ ચેતન આત્મા સ્વરૂપે માનવીમાં જીવ બનીને વસે છે એમ કહેવાય છે.

🕊️ ચેતન અને મન

જયારે એ ચેતન શરીરની ઇન્દ્રિયો સાથે જોડાય છે,
ત્યારે એ ચેતન (આત્મા, જીવ) મન તરીકે ઓળખાય છે.

અને એ મન જગતની મોહમાયામાં ફસાય ને અનેક કર્મો કરતું રહે છે.

🌱 મનનું પ્રગટ રૂપ

મનુષ્ય શરીર એ એક આકાર છે,
જે માનવીના મનને પ્રગટ કરે છે.

વિચારો નુ પાદંડુ

વિચારો નુ પાદંડુ

🌸 સમયના હિડોળે

સમયના હિડોળે વિઝાતો માનવી ગોથા ખાતો, ઝૂમતો, જીવનનો આનંદ લેતો જાય છે…
તો ક્યારેક ઠોકર ખાઇને પસ્તાવો કરી જાય છે.

⏳ ખરી ગયેલ પાદંડા

સમયના વહેણમાં જ્યારે પળો વીતી જાય છે,
ત્યારે વિતી ગયેલી કેટલીક પળો આજે મનને હરખાવી જાય છે.

હજી મને એ પળ યાદ છે — જયારે નિશાળના પા-પા પગલા ભર્યા હતા,
અને એમાં સહકાર આપનાર મારા નાના હતા,
જેમની પાંખોમાં મેં મારું આનંદમય અને વહાલસોયું બાળપણ વિતાવ્યું.

સવારના પાગંરણે જયારે અમે માટીમાં મોજ માણી રહ્યા હતા,
ત્યારે બાપુ (અમે તેમને મમ્મીના પપ્પા કહેતા) આવ્યા.
રમતમાં મશગુલ મને બાપુએ હાથથી ઝાલી,
અને નિશાળની ચોપડે મારું નામ ચઢાવી દીધું.

એજ નામ આજે મારી ઓળખાણ તરીકે ગુંજે છે.
ત્યારે જે મનની કુતૂહલતા હતી, જે ઉમંગ વિખેરાઈ હતી —
એજ ઉમંગ આજે પણ મનને હરખાવી જાય છે.

 

👉 તમારા પણ બાળપણના એવા કયા પળો છે જે આજે સુધી તમને હરખાવે છે?
કમેન્ટમાં જરૂર લખજો 🌿

સુવિચાર (via “જ્ઞાનનું ઝરણું”)

સુવિચાર (via “જ્ઞાનનું ઝરણું”)

તમે સમય ને પાસ નથી કરતા સમય તમને પાસ કરી જાય છે. પોતાની જાત પરનો અવિશ્વાસ એજ તમારી નિષ્ફળતા નો પાયો છે. ઈશ્વર પ્રાપ્તિ નો એક જ રસ્તો તે માત્ર ભલાઇ જ છે. નિષ્ફળતા માં એક પ્રકારનું  શિક્ષણ છે કંઈપણ નવું કરવા માટેનું પ્રથમ પગથીયું છે. જેટલો સમય કોઈ કામની ચિંતા કરવામાં બગાડીયે છીએ તેટલો સમય તે કામ કરવામાં લગાડીએ તો ચિંતા જેવી કોઈ વસ્તુ આપણા જીવનમાં રહશે જ નહિ. ઈશ્વર ની નજરમાં પાપ કરનારા જેટલા દોષી છે તેના કરતાં વધારે તે જોનારા છે. જીવન એક રમત છે તેમા … Read More

via “જ્ઞાનનું ઝરણું”

સ્વ્ત્રંતા એને મળે છે જે  સ્વત્રંતા ને ચાહે છે.