Monthly Archives: April 2023

જીવનનું કળવું સત્ય

જીવનનું કળવું સત્ય

જીવનનું કડવું સત્ય એટલે મૃત્યુ.
જયારે કોઈ બીજા ના જીવનમાં બને છે ત્યારે કેટલું સરળ લાગે છે કહેવામાં —“કંઈ નહિ, જે આવ્યું છે એને એક દિવસ જવાનું જ છે.”

પણ થોડુંક થોભીને વિચારું…
શું ખરેખર એટલું સરળ હોય છે?


💔 પોતાનો ગુમાવવાનો દુઃખ

ના, એટલું સરળ નથી હોતું.
અને એ ત્યારે જ સમજાય છે જયારે કોઈ પોતાનું સાથ છોડી ને જાય છે.

સમય જેમ જેમ વીતે છે, તેમ તેમ એ અસહ્ય બનતું જાય છે. જીવી તો શકાય છે, પણ એ વ્યક્તિના હોવા થી જે રંગ જીવનમાં હતો, તે ક્યાંક ફીકો પડી જાય છે.


⏳ જીવનનો વિરામ

મૃત્યુ એ એક અલ્પવિરામ છે, પૂર્ણવિરામ હજી ઘણો સમય દૂર છે. ત્યાં સુધી…
કંઈક જીવી લઈએ, જાણી લઈએ, મળી લઈએ.

અને પછી ફરી એક દિવસ, કોઈ ખૂણે મનના વિચારોમાં એ યાદો લહેરાઈ જાય છે.