બદલતો સમય
આજે જીવનના ૩૦ વર્ષ વીતી ગયા. સમય જેમ વીતતો ગયો તેમ જીવનમાં ઘણી ઘટનાઓ બનતી ગઈ.
આજે એક ક્ષણ માટે થંભી ને જ્યારે પાછળ નિહાળું છું, ત્યારે ભૂતકાળનું જીવન વહાલા પરિવારજનો થી ખીલે લું ભરેલું એક સ્વપ્ન લાગે છે — જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ નથી.
અને એ બધાં પરિવારજનો વગર જીવન જાણે સુખાઈ ગયું હોય એમ લાગે છે.
એક બાજુ જીવનનું કડવું સત્ય સાથે જીવું…
અને બીજી બાજુ મન એમને શોધી રહ્યું છે જેઓએ મને આ જીવન આપ્યું.
જીવનના આ વટાંક પર, સમય જેમ બદલાય છે તેમ મારું મન પણ સમય સાથે વહે છે, પરંતુ સાથે ભૂતકાળને લઈ ને.
✍️ લખતા લખતા મને સમજાયું કે સમય અને મન જાણે એક જ છે.
જીવનના દરેક પળને બસ જોઈ રહ્યું છે — ભલે એ ગમે કે ના ગમે, પણ બન્નેનું કાર્ય એક જ લાગે છે.
તમને શું લાગે? સમય અને મન એક જ છે? તમારા વિચારો અચૂક મારી સાથે રજૂ કરજો.
