🌿 ઋતુઓ જેવી પળો
જીવનની પળો પણ એક અવારનવાર આવતી રહેતી મોસમ જેવી છે.
-
ક્યારેક સૂકાપણું,
-
તો ક્યારેક વરસાદ જેવી તાજગી જીવનને મહેકાવી જાય છે.
જન્મથી મૃત્યુ સુધી નદી બનીને વહેતું આ જીવન —
ઘણા રંગોમાં રંગાઈ જાય છે.
અને એ રંગોમાં ક્યાંક હું પણ પોતાને રંગાવતી રહી છું.
🌸 કુદરત સાથેનો સંગાથ
કુદરતના આ રંગો સાથે રંગાવું,
હવામાં લહેરાતા લહેરાતા…
આજે જીવનના ૨૪ વર્ષો કેવી રીતે વીતી ગયા એ ખબર જ નથી પડતી.
હે ઈશ્વરીય શક્તિ અને કુદરતી પરિબળો —
ઝાડ, પાન, આકાશ, સૂર્ય, ચાંદની, તારાઓ,
નદીની વહેતી ધારાઓ, સમુદ્રનું વિશાળતા અને એની લહેરાતી લહેરો —
તમામને મારા હૃદયથી આભાર માનું છું.
🕊️ આભાર અને આનંદ
સમય સાથે તમે મારા જીવનની પળોમાં મિત્ર બની રહ્યા છો,
મારા મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ આપતા રહ્યા છો.
મનમાં લહેરાતી આ ખુશીઓનો કોઈ પાર નથી.
હું ખૂબ જ આનંદ અનુભવુ છું,
જયારે જયારે કુદરતી પરિબળો સાથે વિતાવેલી પળોને યાદ કરું છું ત્યારે.