Monthly Archives: February 2011

ભગવાનની સુષ્ટિ

ભગવાનની સુષ્ટિ

🌸 એક અનુયાયીની શંકા

ભગવાનની શક્તિ વિશે એક અનુયાયીના મનમાં શંકા હતી.
લોકો કહેતા કે — “ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હાલતું. તો પછી તેની મરજી વગર હું પણ કશું કરી શકું નહીં.”
એમ હોય તો, પછી મારા જીવનનું પ્રયોજન શું?

આ શંકાના નિવારણ માટે તે ગુરુ પાસે ગયો.

🌹 ગુરુનો પાઠ

ગુરુએ તેની વાત સાંભળી કંઇ બોલ્યા નહિ.
તેને આશ્રમના બગીચામાં લઇ ગયા અને એક ગુલાબના છોડ પાસે પહોંચ્યા.

ત્યાંથી એક કળી ચુંટી તેના હાથમાં આપી અને કહ્યું:

“આ કળી ને ખીલીને કુદરતી રીતે ગુલાબ થવામાં હજી વાર છે.
પણ તું તેની પાંદડીઓને ઉઘાડી તેને હમણાં જ ગુલાબમાં ફેરવી દે.
હા, ધ્યાન રાખજે કે તેમ કરતાં એક પણ પાંદડી તૂટવી ન જોઇએ.”

શિષ્યને ગુરુનો આશય સમજાયો નહીં.
પણ તેમની આજ્ઞા માનવી જરૂરી હતી.

તેણે કળી હાથમાં લઇ એક પછી એક પાંદડી ઉઘાડવાનો પ્રયત્ન કર્યો.
ઘણી કોશિશ પછી પણ તે કળી ને પાંદડી તોડ્યા વગર ગુલાબમાં ફેરવી શક્યો નહિ.

તે સમજી ગયો કે આ કાર્ય તેના માટે અશક્ય છે.

🕊️ ગુરુની સમજણ

ગુરુ મંદ સ્મિત સાથે બોલ્યા:

“આ એક નાની રચના છે. તું ઘણો પ્રયત્ન છતાં તેને કળીમાંથી સુંદર ફૂલમાં ફેરવી શક્યો નથી.
તેને તોડ્યા વગર નવું સ્વરૂપ કેમ આપવું — તેની તને જાણ નથી.
પરંતુ પ્રભુ તે કામ આસાનીથી કરી શકે છે.”

“જો એક કળી ને ફૂલ બનાવવાની પ્રક્રિયા તને ખબર નથી,
તો તારી જિંદગીનું રહસ્ય કે પ્રભુ તારી પાસે કયું કાર્ય કરાવવા માગે છે — તે તને કેવી રીતે ખબર પડશે?”

🌼 અંતિમ સંદેશ

👉 માટે ચિંતા છોડ.
જે પળે જેમ આદેશ મળે તેમ તારું કાર્ય કરતો રહેજે.

ત્યારે જ તું પ્રભુની શક્તિ ને અને તારાં જીવનનું તથ્ય શું છે તેને સમજી શકીશ.

જેમ પ્રભુ ગુલાબની કળી ને યોગ્ય સમયે ખીલાવે છે,
તેમ જ તે તારા જીવનને પણ તારાં કર્મ પ્રમાણે માર્ગ અને યોગ્ય પાત્ર આપશે.

સપ્તરંગી જીવન્

સપ્તરંગી જીવન્

🌸 જીવન – ઈશ્વરની સોગાત

જીવન ઈશ્વર પાસેથી મળેલી એક અમૂલ્ય સોગાત છે.
સમય પ્રમાણે જીવનના પળોને જુદા જુદા રંગોમાં રંગતા,
અમે જીવનને રંગોથી સુશોભિત કરીએ છીએ.

સમય સાથે ફિકા પડી ગયેલા રંગોને ફરી નવા રંગોમાં રંગીને,
અમે ફરી જીવનને રંગોના છંટકાવથી ખીલાવતા રહીએ છીએ.

🌈 જીવનના રંગો

જીવનના આ રંગો —

  • ક્યારેક સુખ રૂપે,

  • ક્યારેક તકલીફ રૂપે છલકાતા રહે છે.

માનવીના જીવનમાં આ રંગો હંમેશા તેના કર્મો પર આધારિત હોય છે.
અને આ અનેક રંગોમાં લહેરાતું જીવન એટલું વહાલું અને સોહામણું લાગે છે કે મન કૃતજ્ઞ બની જાય છે.


🙏 આભાર અને સંકલ્પ

હું ઈશ્વરનો આભારી છું કે તેણે આ જીવનના અનેક રંગોમાં રંગાવા માટે આ અમૂલ્ય ભેટ આપી.

મારા મનમાં વસેલો આત્મા હંમેશાં મને સહાયકાર રૂપે માર્ગદર્શન આપે છે.
એને ખીલેલું રાખવા માટે હું યથાર્થ કર્મ કરતી રહીશ
અને જીવનને સુગંધિત કરતી રહીશ.

માનવી

માનવી

ઈશ્વરની પસંદગી

માનવી ઈશ્વરની પ્રથમ પસંદગીનું પાત્ર કહીએ તો ચાલે.
મનુષ્ય એ એક એવું પ્રાણી જેને ઈશ્વરે વાચા (speech) આપી.

દરેક પ્રાણીમાં ચેતન રહેલો છે.
પણ જયારે આ ચેતન નવ મહિના ગર્ભમાં ઉછરીને માનવી રૂપે પ્રગટ થાય છે,
ત્યારે એ ચેતન આત્મા સ્વરૂપે માનવીમાં જીવ બનીને વસે છે એમ કહેવાય છે.

🕊️ ચેતન અને મન

જયારે એ ચેતન શરીરની ઇન્દ્રિયો સાથે જોડાય છે,
ત્યારે એ ચેતન (આત્મા, જીવ) મન તરીકે ઓળખાય છે.

અને એ મન જગતની મોહમાયામાં ફસાય ને અનેક કર્મો કરતું રહે છે.

🌱 મનનું પ્રગટ રૂપ

મનુષ્ય શરીર એ એક આકાર છે,
જે માનવીના મનને પ્રગટ કરે છે.