✨ Thought of the Day
Zest is the secret of all beauty. There is no beauty that is attractive without zest.
જીવનમાં ઉમંગ અને ઉત્સાહ હોય ત્યારે જ તેનું સૌંદર્ય પેદા થાય છે.
અને માનવી આ બધું ત્યારે મેળવે છે જયારે તેનું મન વિચલિત ન હોય અને શરીર સ્વસ્થ હોય.
🌸 જીવન અને સંબંધો
લહેરાતું જીવન “સંબંધો” વિના ખોખલું છે.
જીવનમાં બંધાયેલ બંધન એ વ્યક્તિની સાચી ઓળખાણ કરાવે છે.
એજ સંબંધોમાં વિતેલું જીવન જ જીવનના સાચા રંગોમાં રંગાય છે.
કહેવાય છે કે સંબંધો એ જીવનની દિવાડાંડી સમાન છે,
જે જીવનના માર્ગમાં આવતી વ્યથાઓમાં એકમેકને સહારો આપી આગળ વધતા રહે છે.
પણ…
- સંબંધો બનાવવામાં જેટલા આસાન છે,
- એટલાજ તેમને સાચવી રાખવામાં મુશ્કેલ છે.
કારણ કે સમય બદલાય છે,
પણ સાથે માનવીનું મન પણ ઝોલા ખાતું રહે છે —
જે ક્યારેક સહાયક બને છે તો ક્યારેક અવરોધ પણ ઊભો કરે છે.
👉 માટે સંબંધોને સાચવવા સમજણ, કેળવણી અને પ્રેમની જરૂરિયાત છે.
અને આજના સમયમાં આ બાબતો કેળવવી અઘરી બની ગઈ છે.
🪞 જીવનની કસોટી
આજના સમયમાં માનવીના જીવનની સાચી કસોટી થતી જોવા મળે છે.
કારણ કે પળપળમાં બદલાતા સંબંધો અને મન —
બન્નેના સંઘર્ષમાંથી પસાર થતું જીવન ક્યારેક માનવીને બહાર ફેંકી દે છે,
તો ક્યારેક જીવનનું સાચું મૂલ્ય સમજાવી જાય છે.
“ના કશું માંગુ તું, મારા હાથ ખાલી રાખજે,
બસ સહેજ ખુમારી, ખુદારિ અને ધીરજ આપજે.”
કહેવાય છે કે દરેક પદાર્થ જે અસ્તિત્વ મેળવે છે તે અંતે નાશ પામે છે. આ વિચારને ધ્યાનમાં રાખીને આજે મનમાં ઘર કરેલા વિચારોને
આ પળમાં જીવનના આ કોરા કાગળ પર રજૂ કરી રહી છું.
Never design your character like a garden where anyone can walk…
Design it like the sky, where everyone aspires to reach. Aim high, reach high!