વિચાર્

વિચાર્

🌿 મનના ઝોકા

મિત્રો,
આજે વિરામના પળે ફરી એક વાર વિચારો ઝોકા નાખી રહ્યા છે.
તો ઘડીક તેને માણી લેવા મન વિભોર બની રહ્યું છે.

સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો છે.
એ સમય અને પાણીના જોરે —

  • ક્યારેક સ્મૃતિઓ મનમાં ઘર કરી જાય છે, જેને લઇને મન હરખાય છે.

  • તો ક્યારેક પવનના હિંડોલે મન દુર સુધી ફેંકાઈ જાય છે.


🌸 મનનું મંદિર

નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે —

“મન એ મંદિર છે.”

જેમાં સવાર-સાંજ જ્ઞાનરૂપ દીવાની જ્યોતથી મનમાં પ્રકાશ ફેલાવવાનું હોય છે.
જેથી મનમાં અયોગ્ય વિચારો ઉદ્ભવતા નથી.

આત્મારૂપ મનને પ્રાર્થનાની ભુખ અને યોગ-ધ્યાનથી આરામ પ્રાપ્ત થાય છે.


સમય ધીમા વહેણની જેમ વહેતો રહે છે.
તેમાં જો આપણે મનમાં આશાના કંકુ પગલાં મૂકી શકીએ,
તો જીવન હંમેશા પ્રકાશિત રહે છે.

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

Leave a Reply