વિચારો નુ પાદંડુ

વિચારો નુ પાદંડુ

🌸 સમયના હિડોળે

સમયના હિડોળે વિઝાતો માનવી ગોથા ખાતો, ઝૂમતો, જીવનનો આનંદ લેતો જાય છે…
તો ક્યારેક ઠોકર ખાઇને પસ્તાવો કરી જાય છે.

⏳ ખરી ગયેલ પાદંડા

સમયના વહેણમાં જ્યારે પળો વીતી જાય છે,
ત્યારે વિતી ગયેલી કેટલીક પળો આજે મનને હરખાવી જાય છે.

હજી મને એ પળ યાદ છે — જયારે નિશાળના પા-પા પગલા ભર્યા હતા,
અને એમાં સહકાર આપનાર મારા નાના હતા,
જેમની પાંખોમાં મેં મારું આનંદમય અને વહાલસોયું બાળપણ વિતાવ્યું.

સવારના પાગંરણે જયારે અમે માટીમાં મોજ માણી રહ્યા હતા,
ત્યારે બાપુ (અમે તેમને મમ્મીના પપ્પા કહેતા) આવ્યા.
રમતમાં મશગુલ મને બાપુએ હાથથી ઝાલી,
અને નિશાળની ચોપડે મારું નામ ચઢાવી દીધું.

એજ નામ આજે મારી ઓળખાણ તરીકે ગુંજે છે.
ત્યારે જે મનની કુતૂહલતા હતી, જે ઉમંગ વિખેરાઈ હતી —
એજ ઉમંગ આજે પણ મનને હરખાવી જાય છે.

 

👉 તમારા પણ બાળપણના એવા કયા પળો છે જે આજે સુધી તમને હરખાવે છે?
કમેન્ટમાં જરૂર લખજો 🌿

2 Responses »

  1. વ્હાલી !!!!!!!!!!તું જેટલી સરળ દેખાય છે………… એટલાજ સદા અને સરળ તારા વિચાર છે ………..γοοδ κυπ ιτ υπ…………

Leave a Reply